The lost Land in Indian ocean

          હેલો દોસ્તો કેમ છો,  જો હુ તમને એમ કહુ કે દક્ષિણ ભારત મા તમિલનાડુ તથા હીંદ મહા સાગર અને બંગાળ ની ખાડી તથા ઓસ્ટ્રેલિયા અને મડાગાસ્કર ને જોડતો એક દ્રીપ પહેલા એટલે કે જેયારે ભારત મા સિંધુખિણ ની સંસ્કૃતિ હતી ત્યારે અસ્તિત્વ ધરાવતો હતો તો તમે વિશ્વાશ કરશો ! જી હા આ તદ્દન સાચુ છે આ દ્રીપ નુ અસ્તિત્વ હતુ જેનુ નામ "કુમારી કંદમ" કે "કુમારી નાડુ" હતુ જે તમિલ સભ્યતા નુ મુખ્ય સ્થાન હતુ, તથા અંગ્રેજ શંસોધન કર્તા આ સ્થાન ને લેમૂરીયા દ્રીપ કહે છે તો મિત્રો ચાલો આ લુપ્ત દ્રીપ ના વીશે વિસ્તાર થી જાણીયે

                        ભારતના દક્ષિણ ભાગમાં સ્થિત હિંદ મહાસાગરમાં એતિહાસિક તમિલ સભ્યતા ગાયબ થઈ ગઈ છે.  આને "કુમારી કંદમ" કહે છે.  તે કુમારી નાડુ તરીકે પણ ઓળખાય છે.  સંશોધનકારો માને છે કે 14500 વર્ષ પહેલા હિંદ મહાસાગરનું સ્તર 100 મીટર નીચે હતું.
                    ધીરે ધીરે દરિયાની સપાટી વધી અને કુમારી કંદમ ખંડ પાણીમાં ડૂબી ગયો.  કુમારીકંદમના અસ્તિત્વના અનેક પુરાવા મળી આવ્યા છ. તથા પ્રાચીન તમિલ લોક ગીત મા અને લોક કથાઓમા  પણ આ સ્થળ નો ઉલ્લેખ છે.
          આફ્રિકા મડાગાસ્કર અને દક્ષિણ ભારત ના વન્ય જીવો મા સમાનતા જોવા મળતા અંગ્રેજ જીયોલોજીસ્ટ ફિલીપ સ્લેટર એ આ વિષય પર શંસોધન કરતા આ દ્રીપ ને લેમૂરીયા દ્રીપ નામ આપ્યુ હતુ.
              આ ખંડને 19 મી સદીમાં ભૂગોળ કર્તા ફિલીપ સ્કેલેટર દ્વારા લેમુરિયા નામ આપવામાં આવ્યું હતું.  1903 માં, વીજી સૂર્યકુમારે સૌ પ્રથમ તેનું નામ 'કુમારી કંદમ' રાખ્યું.  એવું કહેવામાં આવે છે કે આ 'કુમારી કંદમ' એ રાવણના દેશ 'લંકા' નું વિસ્તૃત સ્વરૂપ છે, જે હાલ કરતા મોટું હતું.
         ફિલિપ સ્ક્લેટર લેમૂર ના અવશેષોના મોટા પ્રમાણમાં શોધ કર્યા પછી અહીં મેડાગાસ્કર અને ભારતમાં નવી સંસ્કૃતિની આગાહી કરી હતી.  તેમણે 'ધ મેમલ્સ ઓફ મેડાગાસ્કર' નામના વિષય પર એક પૂસ્તક લખ્યુ હતુ જે ૧૯૬૪ પ્રકાશીત થયુ હતુ. 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો