pondicherry char rajyo ma aavelo ek kendrashashit pradesh

પુડ્ડુચેરી એટલે ભારત નુ એક એવો કેન્દ્ર શાશિત પ્રદેશ જેના જીલ્લા અલગ અલગ ચાર રાજ્યો મા આવેલા છે, તથા ત્યા ની ભાષા મા ફ્રેન્ચ ભાષા સમેલ છે.
 પોડ્ડુચેરી ને ૨૦૦૬ પહેલા પોંડ્ડીચેરી કહેવા મા આવતુ હતુ જેને બદલી ને પુડ્ડુચેરી કર્યુ હતુ,જેને સ્થાનીક તમિળ ભાષા મા નવુગામ કહેવા મા આવેછે.
 પુડ્ડુચેરી ૧૯૬૨ સુધી ફ્રેન્ચ ના અધીક્રમણ નીચે હતુ જે ભારત અને ફ્રાન્સ વચ્ચે ના એક કરાર બાદ ફ્રાન્સ સરકારે ભારત ને સોપ્યુ,
     પુડ્ડુચેરીનું નામ તેના સૌથી મોટા જિલ્લા, પુડ્ડુચેરી, પોંન્ડિચેરીના નામ પર રાખવામાં આવ્યું.  સપ્ટેમ્બર ૨૦૦૬ માં, પોંડિચેરીનું સત્તાવાર નામ પુડુચેરી, જેનો અર્થ સ્થાનિક તમિળમાં નવું ગામ છે.  ભારતનો આ પ્રદેશ લગભગ ૩૦૦ વર્ષોથી ફ્રેન્ચ કબજા હેઠળ હતો અને આજે પણ અહીં ફ્રેન્ચ સ્થાપત્ય અને સંસ્કૃતિ જોઇ શકાય છે.  જૂના સમયમાં તે ફ્રાન્સ સાથેના વેપારનું મુખ્ય કેન્દ્ર હતું.  આજે ઘણાં પ્રવાસીઓ અહીં તેના સુંદર દરિયાકિનારા અને પૂર્વ સંસ્કૃતિની ઝલક મેળવવા માટે આવે છે.  


   પડ્ડુચેરી ના જીલ્લા અગાઉ જણાવ્યા પ્રમાણે અલગ અલગ ચાર રાજ્ય મા આવેલા છે જેમા પુડ્ડુચેરી જે પુડ્ડુચેરી પ્રદેશ નો સૌથી મોટો જીલ્લો છે અને કરાઈકલ તમિલનાડુ, મા આવેલા છે, તથા યનમ આંધ્રપ્રદેશ, માહે કેરલ મા આવેલ છે.
 અહી ની સ્થાનીક ભાષા મા તમિળ ભાષા પડ્ડુચેરી અને કરાઈકલ મા બોલાય છે તથા  યાનમ મા તેલુગુ અને માહે મા મલયાલમ ભાષા બોલવા મા આવે છે તથા ફ્રેન્ચ ભાષા પણ અહી ની અધીકારીક ભાષા છે.
પુડુચેરી પ્રાચીન કાળથી વૈદિક સંસ્કૃતિનું કેન્દ્ર છે.  તે મહાન રૂષિ અગસ્ત્યની ભૂમિ છે.  પુડુચેરીની આધ્યાત્મિક શક્તિ ૧૨ મી સદીમાં વધુ વધી, જ્યારે અહીં અરવિદ આશ્રમની સ્થાપના થઈ.  દર વર્ષે સેંકડો લોકો શાંતિની શોધમાં અહીં આવે છે.

ટિપ્પણીઓ