India's clean and devloped state sikkim

      હેલો દોસ્તો આમ તો આપણુ સંવિધાન આપણા દેશ મા ઈ.સ. ૧૯૫૦ મા લાગુ પડ્યુ હતુ પરંતુ હુ આપ ને એમ કહુ કે ભારત નુ એક રાજ્ય એવુ પણ છે જ્યા સંવિધાન ઈ.સ. ૧૯૭૫ મા લાગુ પડ્યુ તો ! જી હાં દોસ્તો સિક્કિમ ભારત નુ એક માત્ર રાજ્ય છે જે આપણા દેશ ના આઝાદ થયા ના ૨૮ વર્ષ પછી એટલે કે ઈ. સ. ૧૯૭૫ મા તેનુ વિલિનીકરણ થયુ, તો મિત્રો આપણે આજે સિક્કિમ વિશે જણીયે.
  
 સિક્કિમ એ ભારતનો ઇશાન ભાગમાં સ્થિત એક પર્વતીય રાજ્ય છે. સિક્કિમ રાજ્ય નેપાળને પશ્ચિમમાં અને ઉત્તરમાં પૂર્વમાં ચિની સ્વાયત્ત ક્ષેત્ર તિબ્બેટ અને દક્ષિણ પૂર્વમાં ભુતાન સાથે જોડાયેલું છે. ભારતનું પશ્ચિમ બંગાળ રાજ્ય તેના દક્ષિણમાં છે. અંગ્રેજી, ગોરખા ખાસ ભાષા, લેપ્ચા, ભૂટાન ની ભૂટિયા, લિંબુ અને હિન્દી એ સત્તાવાર ભાષા છે. ગંગટોક એ સિક્કિમ ની રાજધાની અને સૌથી મોટું શહેર છે, તથા વિશ્વ ની ત્રીજો સૌથી માટો પર્વત કાંચંનજંઘા પણ અહી આવેલ છે.
        સિક્કિમ આપણા ભારત ના આઝાદી વખતે એક સ્વતંત્ર દેશ હતુ પરંતુ વહીવટી સમસ્યા ઓના કારણે લોકમત થી તેનુ ભારત મા વિલિનીકરણ થયુ, ભારત મા વિલિનીકરણ થતા અહી રાજતંત્ર નો અંત થયો અને લોકશાહી નો ઉદય ઈ. સ. ૧૯૭૫ મા થયો. 'સિક્કિમ' શબ્દનો અર્થ લિમ્બુ ભાષા મા "સુ" એટલે "નવુ" અને "ખીમ" એટલે "મહેલ" આમ સિક્કિમ શબ્દ નો અર્થ નવોમહેલ એમ ત્યા ની સ્થાનીક ભાષા લિમ્બુ મા થય છે, તથા સિક્કિમ ને તિબ્બેટી ભાષા ના ચોખા ની ખીણ કહેવામા આવે છે.
         
        સિક્કિમ ની વિશે જાણવા જેવા તથ્યો 

( ૧ ) સિક્કિમ એ ભારત નુ એક માત્ર સ્વચ્છ રાજ્ય છે અહી ની  કચરા ના નિકાલ વ્યાવસ્થા વિશ્વસ્તરીય છે, તથા અહી રોડ પર થુંકવુ કે ધુમ્રપાન કરવુ કે કચરો ફેકવો એ ગેરકાયદેસર છે આમ કરતા પકડાવા પર સજા કે દંડ ભોગવવો પડી સકે છે.

( ૨ ) બોલીવૂડ ના એક્ટર ડેની ડેંગ્ઝોંગ્પા, તથા ભારત ના પ્રખ્યાત ફુટબોલર બાઇચુંગ ભુટીયા સિક્કિમ થી છે.

( ૩ ) સિક્કિમ એ ભારત નુ સૌથી ઓછી વસ્તી ધરવ તુ રાજ્ય છે, પણ અહી સ્થાનીક નાગરીક કરતા નેપાલી, ભુટાન, તથા તિબ્બેટ ના લોકો વધુ વસે છે.

( ૪ ) અહી જાહેર મા ધુમ્રપાન કરવુ ગેરકાયદેસર તો છે પણ ધુમ્રપાન કરવા માટે એક અલગથી વ્યાવસ્થા કરવામા આવેલ છે, અહી જગ્યા જગ્યા પર ધુમ્રપાન કરવા માટે ધુમ્રપાન ઓરડી બનાવવા મા આવેલ છે.

( ૫ ) સિક્કિમ એ ભારત નુ એક માત્ર રાજ્ય છે જ્યા એરપોર્ટ નથી કારણ કે અહીયા ની ભુગોળ એરપોર્ટ ને માફક નથી.
( ૬ ) પુરા ભારત મા સૌથી વધુ ઈલાઇચી સિક્કિમ મા થય છે.

( ૭ ) રેડ પાંડા એ અહી નુ રાજ્ય પ્રાણી છે, તથા અહી વિદેશી પક્ષી ઓ પણ જોવા મળે છે.

( ૮ ) ૧૩ મી સદી થી ભારત મા વિલિનીકરણ થવા સુધી સિક્કિમ અને નેપાલ વચ્ચે અનેક યુદ્ધ થયા છે.

( ૯ ) પ્રવાશન માટે સિક્કિમ એ એક બેસ્ટ જગ્યા છે જો તમે સિક્કિમ ના પ્રવાસે જાઓ છો તો ત્યા ટ્રેકીંગ, રાફ્ટીંગ, અને એડવેન્ચર ની મઝા માણી સકો છો.

( ૧૦ ) અહી ગરમ પાણી ના ઝરણા પણ જોવા મળે છે, શિયાળા મા અહી માઈનેશ ડીગ્રી તાપમાન હોય ત્યારે આ ઝરણા મા સ્પા નો આનંદ માણી સકો છો.

ટિપ્પણીઓ