prambanan temple lord shiva temple in indonesia

      એક એવુ પ્રાચીન મંદિર જ્યા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ની વિશાળ મૂર્તિ છે અને તેમના મૂખ પૂર્વ દીશા મા છે, તથા તેમની મૂર્તિ ની સામે તેમના વાહન ની મૂર્તિ પણ સ્થાપિત છે શિવજી ની સામે નંદી મહારાજ, બ્રહ્માજી ની મૂર્તિ ની સામે હંસ, અને વિષ્ણુ ભગવાન ની મૂર્તિ ની સામે ગરુડ ની મૂર્તિ ની સ્થાપના કરેલી છે. તથા તેમ ની સાથે દેવી લોરો જોંગ્ગરંગ ની મૂર્તિ પણ છે જે માં દુંર્ગા સ્વરુપે સ્થાપિત છે. આવુ વિશાળ મંદિર ઈન્ડોનેશિયા ના જાવા મા આવેલુ છે

prambanan temple
prambanan temple


એક શ્રાપ ના કારણે થયુ મંદિર નુ નિર્માણ

      મંદિર ની સ્થાપના વિશે દંતકથા છે.  જે મુજબ જાવામાં પ્રભુ બાંકા નામનો રાક્ષસ રાજા હતો.  તેને લોરો જોંગ્ગરંગ નામની એક ખૂબ જ સુંદર પુત્રી હતી. બંદુંગ બોંન્ડોવોસો નામના વ્યક્તિ લોરો જોંગગેરંગ સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ લોરો જોંગ્ગરંગ તેની સાથે લગ્ન કરવા માંગતા ન હતા. તેથી તેણે બંદુંગ બોન્ડોવોસોની સામે એક શર્ત મૂકી. કે તેને એક જ રાત્રી મા ૧૦૦૦ પ્રતિમા ઓ બનાવવી પડશે જો તે એક રાત્રી મા ૧૦૦૦ પ્રતિમા બનાવી દે તો તેની સાથે તે લગ્ન કરશે. 
  આથી શર્ત ને પુરી કરવા માટે બંદુંગ બોન્ડોવોસો એક જ રાત્રી મા ૯૯૯ મૂર્તિ ઓ બનાવી દે છે, આ જોઇ ને લોરો જોંગ્ગરંગ એક યુક્તિ અજમાવે છે તે આજુ બાજુ ના ચોખા ના ખેતર મા આગ લગાવડાઇ દે છે, જેથી કરી ને અજવાડુ થાય, અને શર્ત હારી જાય. આથી બંદુંગ બોન્ડોવોસો આગ ને સુર્યોદય સમજી ને શર્ત હારી જાય છે. પરંતુ પાછળ થી સચ્ચાઈ ખબર પડતા તે લોરો જોંગ્ગરંગ ને શ્રાપ આપે છે કે તે ૧૦૦૦ મી મૂર્તિ બની જાય.


પ્રંબનન મંદીર નો ઈતિહાસ

પ્રંબનન મંદિર એ લોરો જોંગ્ગરંગ મંદિર પણ કહેવાય છે, તથા એક સમુહ મંદિર છે, જેમા સેવુ મંદિર, બુબ્રાહુ મંદિર, લંમ્બુંગ મંદિર ની સાથે ૨૪૦ મંદિરો છે આ મંદિરો શૈલેન્દ્ર રાજવંશ ના શક્તિશાળી રાજવંશ ના સમય મા બનાવવા મા આવ્યા હતા એવુ માનવા મા આવે છે,પરંતુ આ મંદિર ચોક્કસ પણે કોણે બંધાવેલુ એ હજી સુધી સાબીત થઇ સક્યુ નથી,પણ અહી ના શીલાલેખ પરથી જાણવા મળે છે કે આ મંદિર વાંગસા સંજયના રાજા બાલીતુંગ મહા સંબુ દ્રારા બનાવવા મા આવેલુ હશે, આ શીલાલેખ રકાઇ પિકાતન ના શાશનકાળ દરમીયા લખાયેલુ માનવા મા આવે છે. તથા અહી ના શીલાલેખો પર ઈન્ડોનેશિયા ની ભાષા મા રામાયણ લખેલી જોવા મળે છે.

પ્રબંનન મંદિર નુ પૂન:નિર્માણ

૧૧ મી સદી ઈન્ડોનેશિયા ની રાજધાની પૂર્વી જાવા સર્કામા બનતા આ મંદિર ની અવગણના થઇ, જેથી આ મંદિર ખંડેર અવસ્થા મા આવતા તે અવ્યાવસ્થિત થઇ ગયુ, અને નજીક ના મેરાપી જ્વાળામૂખી ની રાખ મા દબાઇ ગયુ, તથા ભૂકંપ મા તે જ્રજરીત થઇ ગયુ, અને અંતે ઈ.સ. ૧૬૦૦ મા લગભગ તુટીગયુ હતુ.
૧૯ મી સદી ની શરુઆત મા મંદિર ની પૂન: શોધ બ્રીટીશરો ના સમય મા થઈ, અને ડચ સરકારે તેના અમુક ભાગો નુ પૂન:નિર્માણ કરાવા ની શરુવાત કરી,ત્યાર બાદ ઘણા શંશોધનો થયા નવી ટેકનોલોજી પ્રમાણે પૂન:સ્થાપન કરવામા આવ્યુ.
 બીજા વિશ્વયુદ્ધ પછી મુખ્ય શિવ મંદિર નુ નિર્માણ ૧૯૫૩ મા થયુ જેનુ ઉદઘાટન ઈન્ડોનેશિયા ના પ્રથમ રાષ્ટ્રપતિ સુકર્ણો એ કર્યુ હતુ, તથા બ્રહ્મા મંદિર નુ પૂન:નિર્માણ ૧૯૮૭ મા પુર્ણ થયુ જ્યારે વિષ્ણુ મંદિર નુ પૂન:નિર્માણ ૧૯૯૧ પુર્ણ થયુ બંને મંદિર નુ ઉદઘાટન સુહર્તો એ કર્યુ હતુ.

હાલ ની તારીખ મા આ મંદિર ઈન્ડોનેશિયા નુ સૌથી મોટુ મંદિર અને પર્યટન સ્થળ છે.

ટિપ્પણીઓ