The small hindustan fiji

       હેલો દોસ્તો આજે આપણે વાત કરવા ના છે એક એવા દેશ વિશે જ્યાની જનસંખ્યા મા ૫૦% ભારતીય મુળ ના લોકો તે દેશ ના નાગરીક છે અને ખાસ વાત તો એ છે કે આ દેશ નતો અમેરીકા મા આવેલો છે અને ના તો આફ્રિકા કે યુરોપ મા આ દેશ આવેલ છે,આ દેશ આવેલો છે પ્રશાંત મહાસાગર મા અને ન્યુઝિલેન્ડ નો પડોશી દેશ છે અને તેનુ નામ છે ફીજિ.

      ફીજી નુ નામ સત્તાવાર રીતે "રીપબ્લિક ઓફ ફીજિ દ્રીપસમુહ" તરીકે ઓળખાય છે, તે દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં એક ટાપુ દેશ છે.  તથા ન્યુઝિલેન્ડના ઉત્તર આઇલેન્ડથી આશરે ૨૦૦૦ કિમી ઉત્તર-પૂર્વમાં સ્થિત છે. 
          ફીજિ દ્રીપસમુહ ૩૩૦ જેટલા ટાપુ ઓ થી બનેલો દેશ છે પરંતુ અહી માત્ર બે ટાપુ "વીતી લેઉ" અને "વનુઆ લેઉ" પર ૯૦% વસવાટ છે જ્યારે બાકી ટાપુ ઓ માથી માત્ર ૧૦૦ ટાપુ ની આસપાસ ટાપુ પર ૧૦% વસવાટ છે. ફીજિ ની રાજધાનિ સૂવા છે અને તે અહી નુ મુખ્ય શહેર પણ છે. અહી ની ભાષા મા સ્થાનીક ભાષા ફીજિયન, ફીજિયન હીન્દી ( સથાનિક ભાષા અને હીન્દી ભાષા નુ મિશ્રણ ) તથા અંગ્રેજી ભાષા બોલવા મા આવે છે. તથા અહી ની સંસ્કૃતી મા અને આફ્રીકા ની સસ્કૃતી મા ઘણી સમાનતા જોવા મળેછે.
  ૧૭ મી અને ૧૮ મી સદી દરમિયાન ડચ અને અંગ્રેજો દ્વારા ફીજીની શોધ થઈ.  અહી ૧૭ મી સદી થી ૧૮ મી સદી દરમિયાન અહી અંગ્રેજો અને સ્થાનીક લોકો વચ્ચે ઘણા નાના મોટા યુદ્ધ થયા હતા પણ આ યુદ્ધ ની ખાસીયત એ હતી કે જ્યારે સ્થાનીક લોકો ની અંગ્રેજો થી જીત થતી તો એ લોકો અંગ્રેજો ને પકડી ને તેમને બંધક બનાવવા ની જગ્યા એ તે લોકો ને ખાઇ જતાહતા, આ ઈતિહાસ મા રેર કેસ મા બનેલી ઘટના હતી ત્યર બાદ અહી અંગ્રેજો નુ શાસન આવ્યુ અહી ખનીજ સંપતિ ના સ્ત્રોત સારા પ્રમાણ મા આવેલ હોવા થી તથા અહી ની જમીન ખેતિ લાયક ફળદ્રુપ હોવા ના કારણે ૧૮ મી સદી મા અંગ્રેજો એ ભારત થી મજુરો પાંચ વર્ષ ના કરાર પર ખનીજ ખનન અને ખેતિ માટે લાવવા મા આવ્યા, સમય જતા આ મજુરો ને અહી નુ વાતાવરણ માફક આવતા તે લોકો એ અહી કાયમી વસવાટ કરી લેતા તે લોકો અહી ના નાગરીક બની ગયા તથા ૧૯૭૦ અંગ્રેજો થી આઝાદી મળ્યા બાદ તે લોકો રાસ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવી મોટા પદ પણ મેળવ્યા, જોકે આઝાદી બાદ અહી ના ભારતીય લોકો ને ઘણા સંઘર્ષ કરવા પડ્યા હતા તે માટે એલોકો એ ઘણા સંગઠન બનાવ્યા તથા રજકીય પાર્ટી પણ ની સ્થાપના કરી હતી.
              
                      ફીજિ ના વિશે જાણવા જેવુ

1. ફીજિ ની અર્થવ્યાવસ્થા મુખ્યત્વે સુગર પર નિર્ભર છે કારણ કે અહી મુખ્ય પાક શેરડી છે, ફીજિ વિશ્વ મા સુગર નિકાસ કરતા પ્રમુ દેશો મા સામેલ છે.
2. ફીજિ સુગર ની સાથે કાપડ ઉદ્યયોગ મા પણ નીકાસ કરે છે.
3. ૧૯૭૦-૭૭ વર્ષ દરમિયાન અહી ના મુળ નિવાસી લોકો અલ્પસંખ્યા મા આવી ગયા હતા.
4. ફીજિ અને ભારતીય સૈન્ય વચ્ચે એક કરાર થયેલ છે, તથા ફીજિ ભારત મા આવતી કુદરતી આફત વખતે આર્થિક સહાય પણ કરે છે.
5. ફીજિ નુ ચલણ ફીજિયન ડોલર છે જે ભારતીય રુપિયા કરતા ૩૦-૩૫ વધારે છે,  એટલે કે ૧ ફીજિયન ડોલર = ૩૦-૩૫ રુપિયા.
6. અહી પર્યટન માટે વિશ્વભર માથી પર્યટકો અહી આવે છે તથા પર્યટન માટે ફીજિ વિશ્વભર મા પ્રખ્યાત છે.

ટિપ્પણીઓ